સ્નેહમિલન, પુરગ્રસ્ત ખેડૂતોના વળતર અને મતચોરી મુદ્દે ચર્ચા

રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોની અગત્યની બેઠક રાધનપુરના વન ટેન હોટેલ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં રાધનપુર તથા સાંતલપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન આગામી સમયમાં રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવાની રૂપરેખા ઘડાઈ.

ખાસ કરીને વિસ્તારના કોંગ્રેસ કાર્યકરો વચ્ચે સુમેળ વધારવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવાની ચર્ચા થઈ હતી.

સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રત્યેક બૂથ સ્તર સુધી કોંગ્રેસના કાર્યકરોને સક્રિય બનાવવાના વિચાર પણ રજૂ કરાયા હતા.

સાથે જ સાંતલપુર તાલુકામાં તાજેતરના પુરથી ખેડૂતોને થયેલા મોટા પ્રમાણના ખેતીના નુકસાન અંગે ચર્ચા કરી, ખેડૂતોને યોગ્ય વળતર અપાવવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરે કોંગ્રેસ પક્ષ દ્વારા તીવ્ર લડત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે ખેડૂત હિતની લડત કોંગ્રેસની પ્રથમ પ્રાથમિકતા છે અને દરેક સ્તરે ખેડૂતના હક્ક માટે અવાજ ઉઠાવવામાં આવશે.

તે ઉપરાંત વોટ ચોરી રોકવા અને મતદાર યાદી સંશોધન પ્રક્રિયામાં ગેરરીતિઓ અટકાવવા માટે કોંગ્રેસની આક્રમક મુહિમને વધુ તેજ કરવા અંગે પણ વિશદ ચર્ચા થઈ.

આગેવાનોને મતદારો સાથે સીધો સંપર્ક સાધવા, ઘેરઘેર પહોંચી જાગૃતિ લાવવા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવા સૂચના આપવામાં આવી.

બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષને વિસ્તાર સ્તરે વધુ મજબૂત બનાવવા માટે એકતા અને સંકલન સાથે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

બેઠકનું અંતમાં આભાર વિધિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!