ઠાકર શ્રી વિહળાનાથ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના દર્શન માટે હજારો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તથા પૂજ્ય શ્રી ભયલુબાપુના આશીર્વાદ મેળવનાર સેવકોમાં આનંદ અને ભક્તિની લહેર જોવા મળી રહી છે.

જગ્યાના સમગ્ર પરિસરમાં લાઈટોની ઝળહળાહટ, રંગોળી અને દીવડાઓની રોશનીથી દિવાળીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મંદિર, જન્મસ્થળ, રામકુંજ બંગલો, અન્નપૂર્ણા ભંડાર અને અમરકુંજ ખાતે ઠાકરના સેવકો દ્વારા દિવાળીના પર્વને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવી રહ્યો છે.

દિવાળીથી દેવ દિવાળી સુધી ઠાકર શ્રી વિહળાનાથના દર્શન, પૂજન અને મહાપ્રસાદના કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે. જગ્યા પર ભક્તોની વિશાળ ઉપસ્થિતિ સાથે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું છે.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
