અમદાવાદ,મંગળવાર

પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે જમા કરવામાં આવેલા વાહનો કેસ ચાલે ત્યાં સુધી કે કોર્ટના આદેશ સુધી પોલીસ સ્ટેશનમાં જ રહે છે. જેના કારણે ઘણીવાર વર્ષો સુધી તેનો નિકાલ થતો નથી. ત્યારે કેટલાંક કિસ્સામાં વાહનની ઓળખ કરવી પણ અઘરી બની જતી હતી.  જે મુશ્કેલીના નિવારણ માટે અમદાવાદ પોલીસે ક્યુ આર કોડ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં વાહનમાં કેસની વિગતો સાથેનો ક્યુ આર કોડ લગાવવામાં આવ્યો છે. જેથી સ્કેન કરતા વાહનની અને કેસની વિગતો એકસાથે મળી રહે છે.

 

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!