વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત 1 ઓક્ટોબરના રોજ રાત્રે પૂરપાટ ઝડપે બાઈક હંકારી એક મહિલાને ઉડાવી દેવાની ઘટના બની હતી, ત્યારે અકસ્માતની ઘટનાના 22 દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે આરોપી બાઈકચાલક હજુ પણ ફરાર છે. આ ઘટના મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. બાઈકચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી ચલાવી
આ અકસ્માત અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરૂણકુમાર અગ્રવાલની ફરિયાદ મુજબ, આરોપી રવિ અનિશ ભાભોર (રહે. ઇશાન-2, મુક્તાનંદ સર્કલ, કારેલીબાગ, વડોદરા)એ તા. 1 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 8:30 કલાકે ગોવર્ધન એપાર્ટમેન્ટની સામે સ્કેટિંગ રિંગની બાજુમાં મુક્તાનંદ સર્કલ પાસે જાહેર રોડ પર પોતાની બાઈક ખૂબ જ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી. મહિલાને અડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પહોંચી
આ દરમિયાન આરોપીએ ફરિયાદીના સાસુ ગીતાબેન અગ્રવાલ (રહે. ગોકુલ ટાઉનશીપ, ગોત્રી, વડોદરા)ને અડફેટે લીધા હતા. જેના કારણે તેમને માથાના ભાગે અને બંને મગજ પર ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે આજે 22 દિવસ બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે, આ ઘટનાને પગલે 22 દિવસ બાદ આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે
આ અંગે મૃતકના પરિવારજન જીતુભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરના રોજ મુક્તનંદ સર્કલ કારેલીબાગ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તેઓ અને તેમના વેવાણ સાથે હતા અને અચાનક કોઈ અજાણ્યો વ્યક્તિ બાઈક લીને ત્યાંથી પસાર થયો અને મારા ફોઈ સાસુને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. ત્યાંથી તેમને તાત્કાલિક અવધૂત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અમારી રીતે FIR નોંધાવી છે અને અમારી માગ એક જ છે કે, જે આરોપી છે એને પકડી લાવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.