વડોદરાના ડભોઇના સીમળીયા ગામ પાસે ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ફટાકડા ફોડી મિત્રો સાથે ચા નાસ્તો કરી પરત જઈ રહેલા સાત મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં અર્ટિગા કાર પહેલા થાંભલા અને બાદમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ત્યાર બાદ બાજુમાં રહેલી કાંસ જઈને પડી હતી. આ ગોઝારા અકસ્માતમાં બે મિત્રોના કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય પાંચ મિત્રોને નાની મોટી ઈજા થતાં ડભોઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર પલટી જતાં સાત મિત્રોમાંથી બેના મોત, પાંચને ઈજા
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા સાત મિત્રો પરત બહાદરપુર જતા હતા. ત્યારે મોડી રાત્રે તેમની અર્ટિગા કાર ઝાડ અને થાંભલા સાથે અથડાયા બાદ રોડ નજીકના કાંસમાં પલટી મારતા વડોદરા વાઘોડિયારોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી બે યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાં, જ્યારે અન્ય પાંચ મિત્રોને ઇજા થઇ હતી. ચા-નાસ્તો કરવા અર્ટિગામાં ડભોઈ વેગા ચોકડી આવ્યા હતા
સંખેડામાં બહાદરપુરમાં રહેતા ભાર્ગવ મહેશ અમીને ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વાઘોડિયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરું છું. તા. 20 ઓક્ટોબર દિવાળીની રાત્રે 12 વાગ્યા સુધી મિત્રો સાથે ફટાકડા ફોડયા હતાં અને ત્યાર બાદ સાડા બાર વાગે હું તેમજ મારા મિત્રોને ચા પીવાની ઇચ્છા થતાં વ્રજ રાજેન્દ્ર શાહ (રહે.ભક્તિનગર, વાઘોડિયારોડ, વડોદરા)ની અર્ટિગા કારમાં બેસી ડભોઇ વેગા ચોકડી આવ્યા હતાં. સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર થાંભલા-ઝાડ સાથે અથડાઈ
રાત્રે ચા-નાસ્તો કર્યા બાદ એક વાગે બહાદરપુર પરત જવા માટે નીકળ્યા હતાં. દરમિયાન ગાડી વ્રજ ચલાવતો હતો અને અમે સીમળીયા ગામેથી થોડે આગળ જતા સામેથી આવતી એક ગાડીના કારણે વ્રજે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રોડની સાઇડમાં લોખંડના થાંભલા તેમજ સમડાના ઝાડ સાથે અથડાઇને કાંસમાં પલટી મારી હતી. આ ઘટનામાં મને તેમજ અન્ય મિત્રોને ઇજા થઇ હતી. જ્યારે ચાલક વ્રજ શાહ અને અન્ય મિત્ર દર્પણ ઉર્ફે રવિ સુરેશ વાળંદનું મોત નિપજ્યું હતું. બે પરિવારોના દીપ બુઝાતા પરિવાર શોકમાં ગરકાવ
આ સમગ્ર બનાવને લઈ ડભોઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ બનાવમાં સાત પૈકી 2 મિત્રોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. આ બનાવ દિવાળીની રાત્રે બનતા બે પરિવારોના દીપ બુઝાતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.