તારીખ 22-10-25ના રોજ સવારે નૂતનવર્ષ નિમિત્તે ઊંઝા APMC ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં APMC ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ,ઊંઝા ધારાસભ્યશ્રી કે.કે પટેલની ઉપસ્થિતમાં ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ડિરેક્ટરશ્રીઓ, સહકારી સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓએ દિનેશભાઇ અને ડિરેક્ટરોના હાર્દિક આમંત્રણ સ્વીકારી હાજર રહ્યા હતા

અને નવીન વર્ષ સફળ બનાવવાના આ પ્રયાસ માટે એકબીજા ને શુભેચ્છાઓ પાઠવી હતી. દિનેશભાઇએ સર્વેનો હ્રદયસ્થ આભાર વ્યકત કર્યો હતો.
વિશેષ ઉલ્લેખનીય છે કે, તાજેતરમા જ 9 મહિના જેટલી લાંબી રાહ ધીરજપૂર્વક જોયા પછી સતત બીજી વાર ચેરમેન બનેલા દિનેશભાઇના કાર્યકરો અને મિત્રોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
