Vadodara XUV Car Accident : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

એકનું મોત, ચારને ઈજા

આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુંબઈના રહેવાસી 51 વર્ષીય મજહરૂદ્દીન અન્સારીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

 

 

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!