વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના મંગલ પ્રારંભે ગુજરાતમાં રાજકીય અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ-પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજોએ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે યુવા કાર્યકર્તાઓએ ‘ઓપરેશન સિંદૂર’ના પત્રો પણ ભેટ આપ્યા હતા. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિર, અડાલજ ત્રિમંદિર અને અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીનાં દર્શન કરીને કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે 1,500 સફાઈ કામદારને સન્માનિત કરીને તેમની સાથે બેસી ભોજન લીધું હતું અને તેમને ‘સ્વચ્છતાના સેવકો’ ગણાવ્યા હતા. અમિત શાહને નવા વર્ષ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
નૂતન વર્ષના પ્રારંભે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની શુભેચ્છા પાઠવવા ભીડ ઊમટી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ-પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહિતના નેતાઓએ શાહની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ શુભેચ્છા પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ધાર્મિક દર્શનથી કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ધાર્મિક દર્શનથી કરી હતી. તેમણે ગાંધીનગરના પંચદેવ મંદિર, અડાલજ ત્રિમંદિર અને નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે પૂજા-અર્ચના કરી રાજ્યના સર્વાંગી વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જે બાદ તેઓએ શાહીબાગ એનેક્ષી ખાતે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યપાલ સાથે પણ શુભેચ્છાની આપ-લે કરી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી સાથે IPS મેસની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરની સ્વચ્છતા જાળવતા આશરે 1,500 સફાઈ કામદારોને સન્માનિત કર્યા હતા. સંઘવીએ સફાઈ કર્મચારીઓને “આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે” તેમ કહી તેમની પ્રશંસા કરી હતી. તેમણે આ શ્રમજીવીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને ઠંડીની શરૂઆતને ધ્યાનમાં રાખીને તેમને સ્વેટરનું વિતરણ પણ કર્યું હતું. ઠંડીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના આશરે 1,500 સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ભોજન સમારંભ યોજાયો હતો, સાથે જ ઠંડીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધું
આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં અવિરત સેવાઓ આપી રહેલા સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની નિષ્ઠા તથા પરિશ્રમની પ્રશંસા કરી હતી. ‘આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો’
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમ અને પ્રતિબદ્ધતાથી ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન મળ્યું છે.’ સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવતો કાર્યક્રમ
અમિત શાહના જન્મદિવસ નિમિત્તે યોજાયેલો આ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ સમાજના પાયાના સ્તરે કાર્યરત શ્રમજીવીઓ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માનની ભાવના વ્યક્ત કરતો એક અનોખો ઉપક્રમ સાબિત થયો હતો. સફાઈકર્મચારીઓના યોગદાનને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે આ પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપી ગઈ હતી.