ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા શેત્રુંજી ગિરિરાજ પર્વતની પગદંડી પર સિંહ લટાર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દૃશ્યોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ડુંગર પર ચઢાણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહ સામે આવતા એક સમય માટે યાત્રાળુંઓનો શ્વાસ થંભી ગયો હતો અને ભાગવા લાગ્યા હતાં. સિંહે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર પગદંડી પર રહ્યાં બાદ શાંતિપૂર્વક આગળ વધતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અનેક યાત્રાળુઓએ આ દૃશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતાં. તો વન વિભાગ દ્વારા સિંહના વાઇરલ વીડિયોની સિંહની હાજરીની પુષ્ટિ કરી છે. વહેલી સવારની ઘટના હોવાનું વન વિભાગે જણાવ્યું
પાલીતાણા પંથકનો શેત્રુંજી પર્વત જૈન ધર્મનું અતિ પવિત્ર યાત્રાધામ ગણાય છે, જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ ચઢાણ કરવા આવે છે. આ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી સિંહોના વસવાટ માટે ઓળખાય છે. વન વિભાગે પણ સિંહોની હાજરીની પુષ્ટિ કરી છે. ઇન્ચાર્જ આરએફઓ ભરતભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વાઇરલ વીડિયો 24 ઓક્ટોબરની વહેલી સવારના 7થી 7.30 વચ્ચેનો છે. વન વિભાગે પેટ્રોલિંગ શરૂ કર્યું
વધુમાં વન વિભાગના ઇન્ચાર્જ આરએફઓએ જણાવ્યું કે, ડોલી વાળાઓ દ્વારા માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર 5થી 6 ટ્રેકરો અને ફોરેસ્ટ ગાર્ડને મોકલવામાં આવ્યા હતા અને યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી યાત્રાળુઓ સુરક્ષિત રહે. લોકો સિંહની લટારના દૃશ્યો કેમેરામાં કેદ કર્યા
અધિકારીએ જણાવ્યું કે, શેત્રુંજી ડેમ વિસ્તાર આસપાસ સિંહોના ગ્રૂપ રહે છે અને આ વિસ્તાર હવે તેમનું સ્થાયી રહેઠાણ બની ગયું છે. એકાએક સિંહ દેખાતા હાજર લોકો માટે અનોખો અને રોમાંચક અનુભવ રહ્યો હતો. યાત્રાળુઓની હિંમત અને સિંહોના શાંત સ્વભાવના અદભૂત દૃશ્ય કેટલાક લોકોએ કેમેરા કેદ કર્યા હતાં.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!