હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નન લગાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આજે વહેલી સવારે ભારે પવન સાથે ઊંજા અને મહેસાણામાં વરસાદ નોંધાયો હતો. તો બપોર બાદ વેરાવળ, ગીર સોમનાથ અને સુરતમાં પણ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયાં હતા. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાં
દરિયામાં કરંટ હોવાથી અમરેલીના જાફરાબાદમાં ઊંચાં મોજાં ઉછળતા જોવા મળ્યાં હતાં. પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે. રાજ્યમાં ફરી માવઠાંનો રાઉન્ડ
જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રાજ્યની અંદર ફરી એકવાર માવઠાંનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં 25 ઓક્ટોબર 2025થી 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાંનો વરસાદ જોવા મળે એવું અનુમાન છે. માવઠાં દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધી શકે છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!