વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પશુ પક્ષી ની લે વેચ નું સત્તાવાર કામ કરતા વેપારીના કર્મચારીને જબરજસ્તી કાચબાના સોદાની કબૂલાત કરાવવા માટે ફોરેસ્ટ વિભાગના કર્મચારી તેમજ એનજીઓના કાર્યકર દ્વારા ઉઠાવી જઈને ઢોર મારવામા આવ્યો હોવાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

નાગરવાડા ગેટ ફળિયામાં રહેતા રાકેશ વસાવા એ પોલીસને કહ્યું છે કે, છેલ્લા 23 વર્ષથી હું પશુ પક્ષીઓની લે વેચ કરતા સાદીક અનવર એહમદ શેખ ને ત્યાં કામ કરું છું. મારા શેઠ રજીસ્ટ્રેશન વાળું ગોડાઉન ધરાવે છે. 

ગત તા 18મી એ સવારે હું ગોડાઉન પર હતો ત્યારે ગૌતમ પાદરીયા નામના મારા પરિચિતનો ફોન આવ્યો હતો અને તેમણે એક કસ્ટમરને ત્રણ જોડી લવ બર્ડ્સ ની જરૂર છે તેમ કહી બે માણસોને લઈને આવ્યા હતા.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!