ગઇ તા.૨૪/૧૦/૨૦૨૫ ના રોજ રાધનપુર તાલુકાના ડામરકા ગામના પ્રભુભાઈ તુલસીભાઈ ઠાકોર પોતાનું મોટરસાયકલ લઈ સરદારપુરા ગામ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા હતા તે દરમિયાન અજાણ્યા માણસો સાથે અચાનક બોલાચાલી થતા અજાણ્યા ઇસમોએ ધોકા અને પંચ વડે શરીર ઉપર માર મારેલ અને તે ઇસમો પૈકી એક ઈસમે આ સમગ્ર મારામારીના બનાવની વિડીયોગ્રાફી કરી પોત પોતાના સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર) એકાઉન્ટ પર પોસ્ટ કરેલ.

આ બનાવ અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા ઇજા પામનાર પ્રભુભાઈ ઠાકોરની ફરિયાદ લઈ એફઆઇઆર નંબર 1121027251087 બીએનએસ કલમ 118(1), 115(2),352,296(બી),351(3), 54 તથા કલમ 135 મુજબનો ગુન્હો રજીસ્ટર કરેલ.

ઉપરોક્ત બનાવમા અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં પોતાની ધાક જમાવવામારામારીની વિડીયોગ્રાફી પોસ્ટ કરી અને વાયરલ કરેલ હોય અને ગુનો વણશોધાયેલો હોય જેથી મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણ નાઓએ સમગ્ર ઘટનામાં વીડિયોમાં દેખાતા અજાણ્યા ઇસમોની ઓળખ

પ્રસ્થાપિત કરી તેમને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય અને શ્રી મહેન્દ્રસિંહ બી સોલંકી, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, રાધનપુર ડિવિઝન, રાધનપુરઓના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશનની સ્ટાફની ટીમ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી તેમજ ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઉપરોક્ત તમામ ઇસમોની ઓળખ પ્રસ્થાપિત કરી તેમને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ઠાકોર હિંમતભાઈ કાંતિભાઈ રહે. કામલપુર તા.રાધનપુર

(૨) ઠાકોર સંજયભાઈ ટીનાજી રહે ટોટાણા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા

(૩) સોલંકી આનંદજી બળવંતજી રહે આનંદપુર તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા

પકડવાના બાકી આરોપીઓની વિગત:-

(૧) અનારજી માનાજી ઠાકોર ટોટાણા તાલુકો કાંકરેજ

(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર

રાધનપુર પોલીસ દ્વારા કરવામાં આવેલા આ બનાવના રીકન્સ્ટ્રક્શન પંચનામાં દરમિયાન ઉપરોક્ત મારામારી કરનાર તમામ ઇસમોએ પોતે કરેલા ગુના બદલ પોતાની સામે કાયદેસરની કાર્યવાહી થતા પોતાને કાયદાનું ભાન થતાં જે જગ્યાએ આરોપીઓ દ્વારા મારામારીનો બનાવ આચરેલ અને વિડીયોગ્રાફી કરેલ તે જ જગ્યાએ જાહેરમાં આવો ગુનો કરવા બદલ તેમજ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ માફી માગી અને ભવિષ્યમાં આવો ગુનો ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!