
Jamnagar News: જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખસ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.
ભીડભાડવાળી જગ્યાએ નિર્લજ્જતા
મળતી માહિતી અનુસાર, જામનગરના અપનાબજાર વિસ્તારમાં એક આધેડ શખસે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોક્યા હતા.
