વડોદરા,હરિદ્વાર ફરવા ગયેલી સિનિયર સિટિઝનના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી સોના – ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૧.૦૮ લાખની મતા ચોરી ગઇ હતી.
માંડવી મહેતા પોળ ચંદ્ર નગર સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના વનિતાબેન શરદભાઇ ચોક્સી ફોરેસ્ટ ખાતામાંથી નિવૃત્ત થયા છે. ગત ૨૨ મી તારીખે સવારે સાડા પાંચ વાગ્યે તેઓ દીકરીઓ સાથે હરિદ્વાર તથા ઋષિકેશ ફરવા ૮ દિવસ માટે ગયા હતા. બીજા દિવસે પાડોશી સંજયભાઇએ કોલ કરીને ચોરીની જાણ કરી હતી. તેઓએ જમાઇને ઘરે જઇને તપાસ કરવાનું કહેતા તેમના જમાઇએ ઘરે જઇને વીડિયો કોલ કરીને બતાવતા વનિતાબેનના ઘરના મુખ્ય દરવાજાને મારેલું તાળું તૂટેલી હાલતમાં હતું.
