પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી વઢીયાર વાગડ ચોરાડ આહીર કેળવણી મંડળના સંયોજનમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ, કર્મચારી સન્માન સમારોહ અને માર્ગદર્શન સેમિનાર–2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું।

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પી.એસ.આઈ. આર.જે. રામ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમની અધ્યક્ષતા શ્રી હરદાસભાઈ આહીર (પ્રમુખ) એ નિભાવી હતી। કાર્યક્રમમાં બાબુભાઈ આહીર (પૂર્વ પ્રમુખ), દિનેશભાઈ આહીર (ઉપપ્રમુખ), જલાભાઈ આહીર (મંત્રી), ભોજાભાઈ આહીર, જીવણભાઈ આહીર (મહામંત્રી – સીમાજન કલ્યાણ મંચ), ભગવાનભાઈ આહીર, કુંભાભાઈ આહીર (વાગડ આહીર સમાજના અગ્રણી), નવઘણભાઈ આહીર (ઉપપ્રમુખ) અને પૂનમભાઈ આહીર (મંત્રી) સહિતના આગેવાનો અને અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી।

કાર્યક્રમ દરમ્યાન સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના યુવાનોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર પણ યોજાયો હતો। આ સેમિનારમાં સમાજમાં શિક્ષણનો વેગ વધે અને વધુ યુવા પેઢી શિક્ષિત બને તે અંગે અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી।

પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના બહેનો-ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં સ્નેહ, એકતા અને શિક્ષણપ્રેમનું પ્રતીકરૂપ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેના માટે વઢીયાર આહીર કેળવણી મંડળની કામગીરીને સૌએ અભિનંદન પાઠવ્યા હતા।

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!