પ્રહલાદભાઈ પટેલે (કામેશ્વર) સમાજના વિકાસમા આપેલ યોગદાન બદલ આભાર વ્યક્ત કરી તેમના સત્કાર્યોને બિરદાવ્યા.

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે તારીખ 22-10-25 ના સાંજે 4 વાગે નૂતન વર્ષાભિનંદન અને સ્નેહમિલન -2025 ના કાર્યક્રમમાં ટુંડાવ નાળોદ વિકાસ ટ્રસ્ટ, અમદાવાદના દ્વારા આયોજિત ગામના શ્રેષ્ઠી અને મહા દાનવીર એવા શ્રી પ્રહલાદભાઈ અંબાલાલ પટેલ (શેઠશ્રી) કે જે વિશ્વ ઉમિયા સંસ્થાના ઉપપ્રમુખ પણ છે તેમને ગામના નાળોદ વિકાસ ટ્રસ્ટ,અમદાવાદના સભ્યો એ સાકાર તુલા અને ટુંડાવ ગામના સર્વે પાટીદારો એ ગોળ તુલા કરી ને તેમના ગામ અને સમાજ પ્રત્યે કરેલા ઉપયોગી કામો ને બિરદાવેલ.
આ કાર્યક્રમમાં મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, શ્રી ઉમિયા માતા મંદિર, ઊંઝાના હોદેદારો, વિશ્વ ઉમિયા સંસ્થાનના હોદેદારો અને અન્ય સામાજીક અગ્રણીઓ, ગામજનો,સેવકો વગેરે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
