રાજ્યમાં જૂની 6 મહાનગરકપાલિકાઓ અને નવી 9 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ,જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 મહાનગરપાલિકાઓની વોર્ડ વાઈઝ અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 52 બેઠકો OBC માટે અનામત
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીની યાદી સામે આવી છે. 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ શહેરની 2011ની વસતિ ગણતરી મુજબ કૂલ વસતિ 5664062 છે. શહેરમાં કૂલ 48 વોર્ડ આવેલા છે જેમાં પ્રતિ વોર્ડ દિઠ સરેરાશ વસતિ 1,18,001 છે. જેમાં સરેરાશ વસતિના 10 ટકા વધારા મુજબ ગણતરી કરીએ તો 1,29,801 અને સરેરાશ વસતિના 10 ટકા ઘટ મુજબ 1,06,201 થાય છે. આગામી સમયમાં નવી-જૂની 15 મનપાની ચૂંટણી યોજાશે
ગુજરાતમાં આગામી સમયમાં જૂની 6 અને નવી 9 મળી કૂલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જો SIRના અમલ બાદ ચૂંટણી યોજવામાં આવે તો પાછી ઠેલાઈ શકે છે. અન્યથા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જે મહાનગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેની યાદી નીચે મુજબ છે. રાજકોટની 72માંથી 19 બેઠકો OBC માટે અનામત
રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઈઝ અનામત અને જનરલ બેઠકોના જાહેર કરાયેલા માળખા મુજબ કૂલ 72 બેઠકોમાંથી SC માટે 5 (2 મહિલા) , ST માટે 1 અને OBC માટે 19 (9 મહિલા) બેઠકો અનામત રહેશે.

| Source permalink: | https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/allocation-of-reserved-seats-in-municipal-corporations-including-ahmedabad-136276069.html |