તારીખ 28-10-25 મંગળવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ આ નવચંડી મહાયજ્ઞ સાંજે 4:30 વાગે પૂર્ણ થયેલ.

શ્રી મનુભાઈ રામાભાઇ પટેલ (સુણકા)
ના પરિવારે શ્રી ખોડિયાર માતાજી પરની પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે આ નવચંડી મહાયજ્ઞનું વિધિવત આયોજન કરેલ.
વિશેષ ઉલ્લેખનીય છે કે, શ્રી ખોડિયાર માતાનું આ મંદિર 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે. ઐઠોર ગામનું એક સરસ પીકનીક પોઇન્ટ અને ધાર્મિક વાતાવરણવાળી આ જગ્યા પર મંદિર તરફથી વર્ષોથી અનેક જીવદયાને લગતી અને પર્યાવરણ જાણવણીની પ્રવૃત્તિઓ થાય છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
