હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢ, ગીર-સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 30 નવેમ્બરે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરના રોજ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી કમોસમી વરસાદી માહોલ જામ્યો
બનાસકાંઠા જિલ્લામાં સવારથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢમાં સવારે બે કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડીસા, દિયોદર, સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ઠંડુંગાર વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની સંભાવના
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઊતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્યના પાંચ મંત્રીએ જમીન સ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 136 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. 17 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો 125 ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ, સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જોવા મળશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનનો જોર વધશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, સિગ્નલ ઉપર LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે દરિયામાં આજથી ચાર દિવસ બાદ વધુ પવનનો જોર વધશે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી આફતે ધરતીપુત્રોની મુશ્કેલી વધારી
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કારતક મહિનામાં વરસી રહેલી કમોસમી આફતે ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી છે. રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકતા અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલા મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. (28 ઓક્ટોબરના વરસાદનાં અપડેટ)