
Gujarat Weather Alert: ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે આજે (30મી ઓક્ટોબર) સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ 4થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવાર (31મી ઓક્ટોબર) સુધીમાં ગુજરાત પર એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ધોધમાર વરસાદની સાથે 55 થી 65 કિ.
