પૂર અસરગ્રસ્ત રાધનપુર સાંતલપુર તાલુકાના ખેડૂતોએ રાજ્ય સરકારનો માન્યો આભાર

રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે

રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે થયેલા ખેતી પાકોના વ્યાપક નુકસાનમાંથી ઝડપભેર પુનઃબેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ₹10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વિપદાની ઘડીમાં સંવેદનશીલતા દાખવતાં પિયત અને બિનપિયત બંને પ્રકારના પાકો માટે એકસમાન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય મુજબ ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,000ની સહાય, વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદા સાથે આપવામાં આવશે. રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે.

રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતેય ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહીને સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કિસાન હિતકારી દિશા-દર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે.

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું. રાજ્ય સરકારની આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. સાંતલપુર તાલુકાના ખેડૂતોમાં આ સહાય જાહેરાતથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં સહાય રકમ વહેલી તકે ખાતામાં જમા થાય તેવી વિનંતી કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!