જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળે તે હેતુથી નિયમિત ચકાસણીઓ હાથ ધરવામાં આવે છે.

આ અંતર્ગત તા. 10/11//2025 ના રોજ ફૂડ સેફટી ઓફિસર કું. પી આર ચૌધરી તથા કું. એલ એન ફોફ દ્વારા M/S. ગણેશ ટ્રેડર્સ, સી–11, વૃંદાવન એસ્ટેટ, જી.આઈ.ડી.સી., પાટણ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ૨ તેલ ના નમૂનાઓ લઈ લેબોરેટરી માં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં રિફાઇન્ડ પામોલિન તેલ , રિફાઇન્ડ સોયાબીન તેલ સ્થળ પર તપાસ દરમિયાન આશરે 913 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 1,21,429/- જેટલી છે, તેને સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પેઢી દ્વારા જૂન ડબ્બા (ટીન) માં તેલનું પેકિંગ કરવામાં આવતું હોવાથી 265 ખાલી ડબ્બાનો નાશ કરાવવામાં આવ્યો હતો. જે અંગે ડેઝીગ્નેટેડ ઓફીસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
