રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસૂમ દીકરીઓને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ શક્તિ સોસાયટીની શેરી નંબર 6 માં રહેતા 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરીઓ 7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાની હત્યા નિપજાવી હતી. આ ગમખ્વાર કૃત્ય કર્યા બાદ અસ્મિતાબેને પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. એક પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના અંગે મૃતક અસ્મિતાબેનના દિયર, તુષારભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હું તો બહારગામ હતો અને મારે સાઈટ ચાલુ હતી. ત્યાંથી મને ફોન આવ્યો કે અહીં આવો બનાવ બનેલો છે, જેમાં બે છોકરી અને એના મમ્મીએ પગલું ભરી લીધું છે. મૃતક અસ્મિતાબેન મારા ભાભી હતા. જોકે આ બનાવનાં કારણ અંગે અજાણ હોવાનું અને આર્થિક સહિત કોઈપણ મુશ્કેલી ન હોવાનું તેમણે જણાવ્યું છે. તેમજ મૃતકના પતિ જયેશભાઇ મજૂરીકામ કરતા હોવાનું અને 10 વર્ષ કરતા વધુ સમયથી અહીં રહેતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. એસીપી રાજેશ બારીઆએ જણાવ્યું હતું કે, નવાગામ શક્તિ સોસાયટીમાં જયેશભાઇ સોલંકીના પત્ની તેમજ બાળકો સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં આ બનાવનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ પોલીસ દ્વારા બનાવનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. રૂમ અંદરથી બંધ હતો. અને અસ્મિતાબેને બંને બાળકીઓને નાયલોનની દોરી વડે ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. બનાવ સમયે પરિવારના કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યા અને આપઘાતનો હોવાનું જણાયું છે. જોકે, આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ અંગે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈપણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી નવાગામ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ સમાચાર પણ વાંચો… 3 પેટ્રોલ પંપના માલિકનો નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત:કલોલથી આધારકાર્ડ કઢાવવાનું કહી નીકળ્યા, મિત્રને લોકેશન-ફોનનો પાસવર્ડ મોકલ્યો, પરિવાર પહોંચે તે પહેલા છલાંગ; જાણો ઘટનાક્રમ ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહી ઘરેથી કારમાં નીકળેલા ધીરજે પોતાના ઘર કલોલની બલરામ પાર્ક સોસાયટીથી અંદાજિત 5.9 કિલોમીટર દૂર પિયજ ગામની નર્મદા કેનાલ પહોંચી મોતની છલાંગ લગાવી દીધી. અહીં વાંચો સંપૂર્ણ સમાચાર…
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!