Ahmedabad News: અમદાવાદમાં ઘર કંકાશને કારણે શહેરના પોશ વિસ્તાર વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટી ખાતે એક શખસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેની તપાસમાં સામે આવ્યું છે કે, સેટેલાઇટમાં રહેતા અને ઓટોમોબાઇલ શોપ ચલાવતા રાહુલ સોનીએ ગુસ્સામાં આવીને તેમના સસરા મનહર સોનીના ઘર બહાર હવામાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ફાયરિંગ કરનારા શખસની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયર કર્યાં 

આ ઘટના અંગે પોલીસે વિગતવાર જણાવ્યું કે, આરોપી રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાશ ચાલતી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!