જાપાનના ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં-2025માં શુટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઈતિહાસ રચ્યો છે.જન્મથી જ સાંભળી ન શક્તા મોહમ્મદ મુર્તજા આ સિદ્ધિ મેળવનાર ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે. ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું. મોહમ્મદ મુર્તઝા વાણીયા રાયફલ શુટિંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે. ડેફલિમ્પિક્સમાં બ્રોન્જ અને સિલ્વર મેડલ મેળવ્યા
સુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે. 19 વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી. ગત વર્ષે મોહમ્મદ વાણિયાએ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયન શિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું.હવે ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. 19 વર્ષના મોહમ્મદ મુર્તુઝા વાણિયાએ રાઈફલ શૂટિંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મૂકબધિર છે. માત્ર ચાર વર્ષની વયે તેમના કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું. અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણા આગળ હતા, પરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હતું. હાલ મોહમ્મદ વાણિયા સાર્વજનિક યુનિ.માં B.Sc. ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. કાનના મશીનમાં તકલીફ થતી એટલે અન્ય રમતો મૂકી શૂટિંગ પ્રેકટિસ શરૂ કરી
મોહમ્મદે શરૂઆતમાં ટેબલ ટેનિસ, સ્વિમિંગ, રેસ જેવી રમતોમાં ભાગ લીધો અને સારો દેખાવ પણ કર્યો. ચાર વર્ષની નિયમિત મહેનત દરમિયાન કોકલીયર ઇમ્પ્લાન્ટને કારણે ક્યારેક શારીરિક કસરતો અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ઘણીવાર કાનના મશીનમાં તકલીફ થતી હતી. જેથી વિકલ્પના રૂપે શૂટિંગમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. જિલ્લાકક્ષાની પ્રથમ ટુર્નામેન્ટમાં જ ગોલ્ડ મેડલ જીતતા તેમના સપનાઓને પાંખો મળી. અમે મોહમ્મદ સામાન્ય બાળકની જેમ રહી શકે તે રીતે ઉછેર કર્યો- પિતા
આ અંગે તેના પિતા મૃતુઝા વાણિયા એ કહ્યું કે, મોહમ્મદ નાનપણથી જ સાંભળી શકતો નથી. પરંતુ અમે તેને એ રીતે જ મોટો કર્યો કે જેના કારણે તે સામાન્ય બાળકોની જેમ રહી શકે અમે તેને સ્પોર્ટ્સમાં આગળ વધવા પ્રેરિત કર્યો ,પરંતુ અન્ય જે રમતો હતી તેમાં તેને વધુ પસીનો થતો જેના કારણે તેનું સાંભળવાનું મશીન બગડી જતું હતું. તેથી અમે એક એવી રમત શીખવાડી કે જ્યાં તેણે પસીનો પાડવો ન પડે અને અમે રાઈફલ શૂટિંગ પસંદ કર્યું. વધુમાં જણાવ્યું હતું કે, અમે તેને પ્રાયોગિક ધોરણે જ પહેલા શીખવાડ્યું અને ચાર વર્ષ પહેલા તેણે ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ તેની સફર શરૂ થઈ અને ધીરે ધીરે તે આમાં માસ્ટર બનતો ગયો. ગયા વર્ષે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યું હતું અને આ વર્ષે ડેફલિમ્પિક્સમાં તેણે ભારતને રીપ્રેઝન્ટ કર્યું હતું અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી માત્ર સુરતનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. એક પિતા તરીકે આજે મને ખૂબ જ ગર્વ થાય છે કારણ કે આપણા સુરતમાં પહેલું ડેફલિમ્પિકમાં મેડલ આવ્યો છે. કોચે કહ્યું- મોહમ્મદને સાઈન લેંગ્વેજથી શીખવાડવામાં આવ્યું
મોહમ્મદ વાણિયાના કોચ સાગર ઉકરે એ કહ્યું કે મારી પાસે છે જે બાળકો શૂટિંગ શીખવા આવતા હતા તેની સરખામણીમાં મોહમ્મદ શીખવાળવું ખૂબ જ અલગ હતું કારણ કે તે સાંભળી શકતો ન હતો, તેથી તેને સાઇન લેંગ્વેજથી શીખવાડવું પડતું હતું અને આ વસ્તુમાં મને તેમના માતા પિતાનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો. પરંતુ તે ખૂબ જ ઝડપી અન્ય બાળકો કરતા કેચપ કરી લેતો હતો..અને આજે મનેં ગર્વ છે કે તે ડેફલિમ્પિકમાં ભારત નું નામે રોશન કર્યું છે. પડકારો કોઈને રોકતા નથી, વ્યકિતનું મન જ તેને રોકે છે- મોહમ્મદ વાણિયા
મોહમ્મદ વાણિયા માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ઉદાહરણ સાબિત થયો છે. જન્મજાત પડકારોને પાછળ મૂકી, માતા-પિતા તથા કોચની મદદથી અનેક સિદ્ધિ હાંસલ કરી છે. મોહમ્મદ જણાવ્યું હતું કે, પડકારો કોઈને રોકતા નથી, પરંતુ વ્યક્તિનું મન જ તેને રોકે છે. સમર્પણ, મહેનત અને વિશ્વાસ હોય તો કોઈ લક્ષ્ય અઘરું નથી. ખેલ મહાકુંભથી ડેફલિમ્પિક્સ સુધીની આ સફર હજી ચાલુ રહેશે.