
Vadodara Video : વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલી GEB સ્કૂલમાં ભણતા માધ્યમિક વિભાગના એક વિધાર્થીને બીજા વિધાર્થીએ ફેંકેલી પેન આંખમાં વાગી જતા ગંભીર ઇજા થઈ છે.
મસ્તી ભારે પડી, ઓપરેશનની નોબત આવી
ઇજાગ્રસ્ત વિધાર્થીના વાલી વીજ કંપનીમાં નોકરી કરે છે. તેમણે કહ્યું હતું કે, ક્લાસમાં શિક્ષક હાજર હતા અને વિધાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા તે સમયે એક વિધાર્થીએ ફેંકેલી પેન મારા દીકરાની આંખમાં વાગી હતી. સ્કૂલ સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ મને ફોન કરીને સ્કૂલે બોલાવ્યો હતો અને ત્યાં સુધી તેમણે રાહ જોઈ હતી.
