દર વર્ષે ઉતરાયણ દરમિયાન શહેરમાં પતંગ અને તેની કાતિલ દોરીને લીધે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે તેમજ પતંગ પકડવાની લહાયમાં મોટાભાગના બાળકો જીવ ગુમાવતા હોય છે સાથે જ ગંભીર અકસ્માતોના ભોગ પણ બનતા હોય છે.જોકે આ વર્ષે ઉતરાયણ પહેલા શહેરમાં પતંગ અને તેની કાતિલ દોરીને કારણે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બનવા લાગી છે.દરમિયાન ઉધના રેલ્વે સ્ટેશન પાસે આવેલા અને લીંબાયત તરફ જતા ફલાયઓવર બ્રિજ ઉપર પતંગની દોરીને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પતંગની કાતિલ દોરી આવતાં બાઈક ચાલક યુવકનો ગાલ ચીરાયો
બાઈક પર જઈ રહેલા પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો.ચાલુ બાઇકે અચાનક પતંગની કાતિલ દોરી આગળ આવી જતા બાઈક ચાલક યુવકનું ગાલ ચીરાઈ ગયો હતો અને તેને સંતુલન ગુમાવતા તેમજ બાઈક પર પાછળ બેઠેલી તેની માતા અને વચ્ચે બેઠેલો બાળક રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક અને તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે માસુમ બાળકનો આબાદ બચાવ થયો હતો. યુવક અને તેની માતાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.જ્યા તેઓ વોર્ડમાં સારવાર હેઠળ છે. નીલગીરી સર્કલ તરફ જતા બ્રિજ પર અચાનક પતંગની કાતિલ દોરી આડે આવી
મળતી માહિતી પ્રમાણે, ગોડાદરા ખાતે આવેલા વૃંદાવનનગરમાં રહેતા પ્રવીણભાઈ સંજયભાઈ યાદવ નાઓ બપોરના સમય બાઈક લઈને લીંબાયત નીલગીરી સર્કલ તરફ જતા બ્રિજ પરથી પસાર થઇ રહયા હતા.ત્યારે અચાનક પતંગની કાતિલ દોરી તેમી આગળ આવી જતા તેમનું ગાલ ચિરાઈ ગયો હતો અને સંતુલન ગુમાવી દેતા તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતને કારણે તેમને માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી.ત્યાર બાદ તેમને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જ્યાં તેમને ઈએનટી વિભાગના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. પતંગની દોરી આગળ આવી ને અકસ્માત સર્જાયો
પ્રવીણના પિતા સંજયભાઈ યાદવએ જણાવ્યુ હતું કે તેમના પત્ની તારાદેવી સંજય યાદવ (ઉ.વ. 48 ) અને પૌત્ર પિયુષ (ઉ.વ.4) નાઓ ટ્રેન,મારફતે આંખના ડોક્ટરને બતાવવા માટે વલસાડ ગયા હતા અને બપોરે બન્ને ત્યાંથી ફરી ટ્રેન મારફતે ઉધના સ્ટેશન આવ્યા હતા. ઉધના સ્ટેશન પર ઉતર્યા બાદ પ્રવીણ તેમને લેવા માટે ગયો હતો.બાઈક પર ત્યાંથી માતા અને ભત્રીજા પિયુષને લઈને ઘરે આવવા માટે નીકળ્યો હતો.ત્યારે બ્રિજ ઉપર અચાનક પતંગની દોરી આગળ આવી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. પ્રવીણ અને માતાને ગંભીર ઈજાઓ
પ્રવીણ, તેની માતા તારાદેવી અને ભત્રીજો પિયુષ રોડ પર પટકાયા હતા. જે પૈકી પ્રવીણ અને માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે માસુમ પિયુષ બાઈક પર તેમની વચ્ચે બેઠેલો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. હાલમાં પ્રવીણ અને તેની માતા તારાદેવીની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અગાઉ પતંગની લ્હાયમાં તરુણે જીવ ગુમાવ્યો હતો.
શહેરમાં પતંગ અને કાતિલ દોરીને કારણે દર વર્ષે અંનેક ગંભીર અને જીવલેણ ઘટનાઓ બનતી હોય છે.ત્યારે આ વર્ષે ઉતરાયણ પૂર્વે આવી ઘટનાઓ બનવા લાગી છે.ચાર દિવસ પહેલા લીંબાયત વિસ્તારમાં એક તરુંણ પતંગ પકડવા માટે દીવાલ પર ચઢ્યો હતો.પરંતુ દીવાલ નબળી હોવાથી તૂટી ગઈ હતી અને તેના કાટમાળ સાથે તરુણ નીચે પટકાયો હતો અને કાટમાળ તેની છાતી પર પડતા તે દબાય ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાને પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું.