Vejalpur Crime News : અમદાવાદ શહેરના વાસણામાં રહેતા અને શ્યામલ ચાર રસ્તા પાસે પાન સેન્ટર ધરાવતા 30 વર્ષીય યુવકે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોના માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાન પાર્લર પર આવતા કેટલાંક યુવકો વિરૂદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનનો ગુનો પાન પાર્લરના કારણે થયો હોવાનું કહીને નીલ ઠાકર અને અન્ય આરોપીઓ યુવકને ડરાવીને  પરેશાન કરતા હતા. જેથી ડરી ગયેલા યુવકે છુટકારો મેળવવા આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

યુવકને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો : વાસણા પોલીસે ગુનો નોંઘ્યો

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!