વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાભર બી.આર.સી ભવન ખાતે નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નારી તું નારાયણી જેવા સૂત્ર સાર્થક થાય તેવી ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો નાનપણથી જ બાળકોનું પોષણ તેમજ સંસ્કાર નું સિંચન કરે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
ભાભર પી આઇ એસ.ડી. ચૌધરી એ જણાવ્યું હતું કે દરેક માતા-પિતા એ પોતાના ઘરમાં નાના બાળકોનું સંસ્કાર નું સિંચન કરી યોગ્ય ઘડતર કરવું જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા આવા કાર્યક્રમમાંથી લોક જાગૃતિ તે માટે આવા કાર્યક્રમ જિલ્લા અને તાલુકામાં કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી..
આ નારી કાર્યક્રમમાં ભાભર મામલતદાર કે. સી.પરમાર. તાલુકા વિકાસ અધિકારી કે.વી. મોઢેરા. ભાભર પી.આઈ એસ.ડી. ચૌધરી. સીડીપી હંસાબેન પંડ્યા. કો ઓર્ડીનેટર કિશનભાઇ વાઘેલા. આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા. સુપરવાઇઝર કામિનીબેન તેમજ સોનલબેન બારૈયા. તેમજ સ્ટાફગન હાજર રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર . વાવ થરાદ.
