
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં પસંદગી : વતન માળિયાહાટીનામાં આતશબાજી : સૌરાષ્ટ્ર પ્રો ટી- 20માં 9 મેચમાં 10 વિકેટ મેળવી હતી
માળિયાહાટીના, : આઈપીએલનાં મિનિ ઓક્શનમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાના યુવા ક્રિકેટર ક્રેન્સ ફૂલેત્રાને હૈદ્રાબાદ સનરાઈઝર્સે પસંદ કરતાં આ પ્રતિભાશાળી લેફ્ટ આર્મ સ્પીનર આઈપીએલમાં મેદાન પર રમતો જોવા મળી શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં માળિયાહાટીનાના પ્રતિભાશાળી ૨૦ વર્ષિય લેફ્ટ આર્મ ડાયનામેન સ્પિનર ક્રેન્સ ભાવેશભાઈ ફૂલેત્રાને રૂા. 30 લાખની બેઈઝ પ્રાઇસમાં ખરીદવામાં આવ્યો છે. તે અગાઉ સૌરાષ્ટ્રની અંડર-14અને બાદમાં અંડર-23ની ટીમમાં સિલેક્ટ થયો હતો.
