વડોદરા,દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય અમદાવાદના ફાઇનાન્સર દ્વારા વધુ ૮૦ લાખની માગણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવતી હતી. મકરપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિવોલ્વર અને કાર કબજે કર્યા છે.
તરસાલી મનહર પાર્ક સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના શશીલીયા એન્ડ્રુ પિન્ટો રીક્રુટમેન્ટ એન્ડ મેન પાવર સપ્લાયનું કામ કરે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી ઓફિસ અલકાપુરીમાં છે.કોરોના મહામારીના કારણે મને અમુક કંપનીઓ તરફથી સમયસર નાણાં નહીં મળતા અમારી કંપની આર્થિક સંકડામણમાં આવી ગઇ હતી.
