
પૂર્વ અને ઉત્તર ભારતમાં ધુમ્મસ- શીતલહરનું મોજું ફરી વળતાં બે દિવસમાં જૂનાગઢ, કેશોદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પારો 7 સે.ગગડ્યો : અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 4 સે. તાપમાન ઘટયું
રાજકોટ, : શિયાળાના અઢી દરમિયાન એકંદરે ગુલાબી ઠંડી વચ્ચે મિશ્ર હવામાન રહ્યા બાદ આજે શિશિર ઋતુમાં ગુજરાત પર પૂર્વ અને પૂર્વોત્તર દિશાના હિમાલયના બર્ફીલા પવનો ફરી વળતા પોષ સુદ પુનમના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છે સીઝનની પ્રથમવાર કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પારો ગગડતા અને દિવસનું મહત્તમ તાપમાન પણ 28-29 સે.થી નીચું રહેવા સાથે બર્ફીલા પવન ફૂંકાતા રાજ્યભરમાં શિયાળાના અસલી મિજાજની અનુભૂતિ થઈ હતી.
