
– શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
– ચોટીલા અને થાનની ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ
થાન : થાન સ્થિત સુપ્રસિદ્ધ જોગ આશ્રમમાં આજે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આશ્રમની નીચેના ભાગે આવેલા સ્ટોર રૂમમાં અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
