આરોગ્ય સુરક્ષાની દિશામાં સરાહનીય પહેલ રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે પરિવાર નિયોજન અને માતૃ આરોગ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાના હેતુસર VSSM સંસ્થા દ્વારા એક સરાહનીય સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી.

આ કાર્યક્રમ અંતર્ગત સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવેલ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકારી સહાય ઉપરાંત વધારાની પ્રોત્સાહન સહાયરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.યોજનાના માર્ગદર્શિકા મુજબ બે સંતાન ધરાવતા અને કુટુંબ નિયોજન ઓપરેશન કરાવેલ લાભાર્થીને રૂ.૫,૦૦૦ તથા બે થી વધુ સંતાન ધરાવતા લાભાર્થીને રૂ.૨,૫૦૦ ની સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૬ લાભાર્થીઓને રૂ.૭૦,૦૦૦ ની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ સેવા કાર્ય વિચરતા સમુદાય સમર્થન મંચની ફાઉન્ડર મિતલબેન પટેલના સહયોગથી સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો ચેક વિતરણ પ્રસંગે લાભાર્થી પરિવારોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી તેમજ ગ્રામજનોએ VSSM સંસ્થા અને સહયોગી સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે રાધનપુર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કેતનભાઈ ઠક્કર,ગોતરકા મેડિકલ ઑફિસર ડૉ.ચિરાગભાઈ બારીયા , VSSM સંસ્થા ના કાર્યકર ખોડાભાઈ બજાણિયા, આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા,ધીરુભાઈ દરજી, ભાવેશભાઈ પટેલ તેમજ આરોગ્ય ટીમ, સી.એચ.ઓ, આશાબેન, તેમજ ગ્રામજનો ની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો.

The Gujarat Live News અહેવાલ જીવણભાઈ રાપર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!