
Weather Alert for Gujarat: ગુજરાતમાં ઠંડી વચ્ચે હવે ખેડૂતો અને લોકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને લઈને ભારતીય હવામાન વિભાગે (IMD)ની આજે (23મી જાન્યુઆરી) રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે.
