રૂ.3500 કરોડના ખર્ચે તૈયાર થયેલું સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જેણે ભવ્યતામાં અમેરિકાના રક્ષા મંત્રાલય ‘પેન્ટાગોન’ને પણ પાછળ છોડી દીધું છે. આ વિશાળ બિલ્ડિંગમાં 4700થી વધુ આધુનિક ઓફિસો આવેલી છે. સુરતને હીરા ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુથી નિર્મિત આ સંકુલ તેની અદભુત સ્થાપત્ય કલા માટે જાણીતું છે, જોકે ભવ્ય ઉદ્ઘાટનનાં બે વર્ષ બાદ પણ આ ઇમારત 80 ટકા ખાલી છે, જેની પાછળનું એક મોટું કારણ આસપાસની ગંદકી હોઈ શકે. SDB (સુરત ડાયમંડ બુર્સ)થી સામે જ કચરાનો પહાડ છે અને આસપાસમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. આ તમામ દૃશ્યો ડ્રોન કેમેરામાં જોવા મળ્યાં છે. બુર્સથી 500 મીટર દૂર ગંદકી જ ગંદકી
વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સની ઠીક સામે માત્ર 500 મીટરના અંતરે એક વિશાળ સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ આવેલી છે, જે બુર્સની ચમક સામે મોટો પડકાર બની છે. આ ડમ્પિંગ સાઇટ આશરે 61.2 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આધુનિકતાના પ્રતીક સમાન SDBની સામે કચરાનો એક વિરાટ પહાડ ખડકાયેલો છે. આ ડમ્પિંગ સાઇટને કારણે બુર્સમાં પ્રવેશતાં જ વેપારીઓ અને મુલાકાતીઓને અસહ્ય ગંદકી અને કચરાના ઢગલાઓનો નજારો જોવો પડે છે. ગંધને કારણે અહીં લાંબો સમય રોકાવું વેપારીઓ માટે મુશ્કેલ
બુર્સની આસપાસના વિસ્તારમાં માત્ર કચરાનો પહાડ જ નથી, પરંતુ નજીકથી વહેતી ખાડી પણ મુશ્કેલીમાં મોટો વધારો કરે છે. જ્યારે પણ પવનની દિશા બદલાય છે ત્યારે આ સોલિડ વેસ્ટ અને ખાડીની ભયંકર દુર્ગંધ આખા બુર્સ સંકુલમાં પ્રસરી જાય છે. ડાયમંડ બુર્સની બારીઓ ખોલતાં જ સામે કચરાના વિશાળ ગંજ દેખાય છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યા છે. ગંધને કારણે અહીં લાંબો સમય રોકાવું વેપારીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. બે વર્ષ બાદ પણ 80% ઓફિસો હજુ ખાલી, ડમ્પિંગ સાઇટ સૌથી મોટો અવરોધ
સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અંદાજે 80% ઓફિસો હજુ શરૂ થઈ શકી નથી. હીરાબજારના અનેક અગ્રણી વેપારીઓ અહીં પોતાનો વ્યવસાય સ્થળાંતર કરવામાં અચકાઈ રહ્યા છે, જેની પાછળ આસપાસનું પ્રદૂષિત વાતાવરણ જવાબદાર હોવાનું મનાય છે. વિશ્વ સ્તરીય સુવિધાઓ હોવા છતાં આ ડમ્પિંગ સાઇટની નિકટતા વેપારના વિકાસમાં અવરોધક બની રહી છે. જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આ આધુનિક બિલ્ડિંગની આર્થિક ઉપયોગિતા પર સવાલો ઊભા થઈ શકે છે. ઉદ્ઘાટન સમયે કેમિકલનો છંટકાવ, ગંધ છુપાવવાના કામચલાઉ પ્રયાસો
જ્યારે બે વર્ષ પહેલાં આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે તંત્ર દ્વારા દુર્ગંધ છુપાવવા માટે ડમ્પિંગ સાઇટ પર ખાસ કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ આયોજન પાછળનો હેતુ એ હતો કે કાર્યક્રમ દરમિયાન આવતા મહાનુભાવોને કોઈ અગવડ ન પડે, જોકે આ માત્ર એક કામચલાઉ ઉપાય હતો, જે કાર્યક્રમ પૂરતો મર્યાદિત રહ્યો હતો. ઉદ્ઘાટન બાદ બે વર્ષ વીતવા છતાં કચરાની સાઇટની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને કાયમી ઉકેલના અભાવે વેપારીઓ આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે. નવો કચરો નાખવાનું બંધ છતાં એક માળ જેટલો ઊંચો પહાડ યથાવત્
હાલના અહેવાલો મુજબ, આ સ્થળે નવો કચરો નાખવાની પ્રક્રિયા સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે. તેમ છતાં વર્ષોથી જમા થયેલો કચરો હજુ પણ એક માળ જેટલી ઊંચાઈના પહાડ જેવો ત્યાં મોજૂદ છે. SDBનાં ઊંચાં બિલ્ડિંગોની બારીઓમાંથી આ દૃશ્ય સ્પષ્ટપણે નજરે પડે છે, જે વિદેશી ખરીદદારો અને રોકાણકારોના મનમાં નકારાત્મક છાપ ઊભી કરે છે. કચરો નાખવાનું બંધ થવા છતાં જૂના કચરાના વિઘટનથી ઉદભવતી મિથેન ગેસ અને ગંધની સમસ્યા હજુ પણ હવામાં ભળેલી જોવા મળે છે. સંચાલકોનો ગાર્ડન બનાવવાનો દાવો
ડાયમંડ બુર્સના સંચાલકો આ મામલે સકારાત્મક વલણ દાખવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે હવે અહીં કચરો નાખવાનું કામ સંપૂર્ણપણે બંધ છે. આગામી આયોજન મુજબ, આ કચરાના ઢગલાઓને સુરક્ષિત રીતે ઢાંકીને ત્યાં સુંદર ગાર્ડન બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. સંચાલકોનો દાવો છે કે ભવિષ્યમાં આ વિસ્તાર સંપૂર્ણપણે હરિયાળો બની જશે અને દુર્ગંધની સમસ્યા જડમૂળથી નાબૂદ થશે, જોકે હાલની પરિસ્થિતિ જોતાં આ વિશાળ પહાડ જેવો કચરો હટાવવો એ પ્રશાસન માટે હજુ પણ મોટો પડકાર છે. આ પણ વાંચો… પેન્ટાગોનને માત આપનારું ડાયમંડ બુર્સ હાંફ્યું:₹ 3500 કરોડનું સૌથી મોટું બિલ્ડિંગ ખંડેર બનવાની અણીએ!
છ મહિનાની અંદર કચરાનો નિકાલ થઈ જશેઃ ચેરમેન
ડાયમંડ બુર્સના ચેરમેન લાલજી પટેલએ જણાવ્યું હતું કે આ ડાયમંડ બુર્સની બાજુમાં જ એે પહેલેથી કચરાના ઢગલા હતા જ, પરંતુ જેવું ડાયમંડ બુર્સ ડ્રીમ સિટીનું ખાતમુહૂર્ત થયું ત્યાર પછી એમને ભોધ્યાની અંદર જગ્યા એક્વાયર કરી લીધેલી છે અને ત્યાં અત્યારે કબજો પણ મળી ગયો છે. એટલે હવે અમે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જે છે તેમને પણ મળેલા અને તેમણે કીધું કે હવેથી નવો કચરો કોઈ અહીં નહીં નાખે અને ત્યાં નાખવાનું શરૂ કરી દેશે.