રાજકોટ. તા.૨૪ અને ૨૫મી જાન્યુઆરી એટલે કે બે દિવસનો ૧૧ મો. તાલીમ કેમ્પ ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં યોજાયો. તાલીમ કેમ્પમાં ખેડૂત પોતે પોતાના વકીલ બને તેટલો જ નથી. રેવન્યુ ગુરુએ જણાવ્યું હતું કે હું કોઈને કાયદા નથી શીખવતો પણ ખેડૂતની જમીન બાબતે કજીયા કેમ ઓછા થાય તેવી સાચી માહિતી આપી રેકર્ડ ચોખ્ખું કરવાનું સમજાવું છું.

જેથી કરીને આ ખેતીપ્રધાન સશક્ત ભારત દેશમાં હાલમાં કે ભવિષ્યમાં કજીયા ઓછા થાય તે હેતુંથી જણાવ્યું હતું.તેમજ જ્ઞાતિ- અને જાતિના ભેદભાવ વગર ખેતીપ્રધાનભારત દેશના તમામ ખેડૂતો ખેડૂત પરિવાર જ છે. માટે ખેડૂતોના રેકર્ડ ચોખ્ખા થાય તો જ ભવિષ્યમાં જમીન કિંમતી થતી જાય છે માટે ખેડૂત-ભાઈ-ભાઈ શેઢા અને પાળા અને પાણીના હલાણના પ્રશ્નો ચોખ્ખા કરવા તાલીમાર્થી ખેડૂત તેમજ ગુજરાતના ખેડૂતો પણ તેમના ધારાસભ્યશ્રી રજૂઆત કરી શિયાળું સત્રમાં લઈ ઉકેલ કરાવવા ધ્યાન દોર્યું.તેમજ સુખાધિકારના કાયદા પ્રમાણે પાણીના હલાણ, કાયમી રસ્તાઓની વિગત ૭ નંબરમાં હકક આવવા જોઈએ. તેમજ જમીન માપણી, ઘર ખેડના નિયમ વગેરે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂત મિત્રો સુધારાના મેં સૂચન કર્યા તેમાં ખોટા અર્થઘટન કરવા નહીં. મેં સુધારા કરવાનું કીધું તે માપણી રીલેટેડ હોય, કે ખેડૂત ખાતેદારીના હોય, કે ખેડૂતોનાં રેકર્ડને લગત સુધારા થાય તો રેવન્યું રેકર્ડ ચોખ્ખા થાય તો રેવન્યું કર્મચારી ફ્રી થશે તો બીજા કાંઈક ખેડૂત સુખાકારી માટે સારૂં વિચારશે.અને સરકારને ભારણ ઘટશે. તેમ જણાવતા આપણા ખેતીપ્રધાન દેશમાં ભારતીયો માટે સરળ થાય તેવો વિચાર છે.

ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ પણ જણાવ્યું હતું કે ભારત દેશ ખેતીપ્રધાન છે. તો ખેતી એ ભારતનું રદય છે.અને ખેડૂત કરોડરજજુ સમાન છે. માટે ખેડૂત ખેતીથી દૂર ના ભાગે અને ખેડૂતોના કજીયા ઓછા થાય તે માટે તંત્રને ધ્યાન દોરતા જણાવ્યું હતું આશરે ૭૨ વર્ષ જે માપણીથી ટીપ્પણ બનેલ છે તે બનાવનાર ને અભિનંદન પાઠવીને વંદન કરેલ. કારણ કે અત્યારે વિજ્ઞાન આગળ વધતા સેટેલાઇટ માપણી થાય છે અને માથાના વાળ કરતા પણ બારીક માપ લે છે પણ માપણી સીટમાં સ્કેલ માપથી કરતા મીટર – અડધા મીટરના તફાવત થવાથી ખેતરોમાં – બે ખૂંટા વગરનું પરફેક્ટ માપ બનાવતા નથી તો જૂના ટીપ્પણમાં બે ખૂંટા વચ્ચેના માપ દા.ત. ૧૧ સાંકળ અને ૩ કડી બતાવેલ હોય તેવું માપ અત્યારની સેટેલાઇટ માપણીમાં સ્કેલ માપને બદલે બે દડી વચ્ચેનું અંતર પરફેક્ટ મીટરમાં બતાવે દા.ત. 30.35 એવી રીતે માપણી સીટમાં લેતો ખેડૂતોને શેઢા પાળાના અને દડી બાબતના કજીયા ઓછા થાય તેમ જણાવ્યું હતું..

તે ઉપરાંત રાબેતા મુજબ કુવા / બોર નોંધણી, પેઢીનામું, હક કમી,સંયુક્ત ખાતાની વહેંચણી, વેંચાણ, વસિયત,ભેટ સર્વે અદલ બદલ, જમીન દફતર અને સીટી સર્વે કચેરીમાંથી મળતા દસ્તાવેજો, નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા અરજી, ખેતરના નામ સુધારા માટેની અરજી, વધારાની નોંધ કમી, રેવન્યું રેકર્ડમાં ૭/૧૨માં સામાન્ય સુધારો કરવા સોગંદનામું, રીસર્વે-પ્રમોલગેશન બાદ ક્ષતિઓ સુધારવા અરજી, ટાઇટલ પત્રક, વારસાઈ હૈયાતીમાં હક્ક વેંચાણ – વહેંચણી-કાચી નોંધ નંબરની 135માં રહી ગયેલી ક્ષતિ સુધારવા તેમજ કે.જે.પી.નકલ તથા ફોર્મ નં.૪ તથા માપણી સીટ આપવા અરજી ઉપરાંત તે સિવાયના,મુદ્દા ઉપર માહિતી આપી.

The Gujarat Live News 

અહેવાલ-ભાનુભાઈ એમ.પાનશેરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!