તારીખ 23 જાન્યુઆરી 2026 ને શુક્રવારના રોજ વસંત પંચમીના પવિત્ર પર્વે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે ઊંઝામાં ઉજવવામાં આવ્યો હતો.

શ્રદ્ધાવાન અનેક ભક્તોએ માતાજીના દિવ્ય દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા. યજ્ઞનો પ્રારંભ સવારે 9:30 થયો ત્યાર બાદ બપોરે આવનાર મહેમાનોનું ભોજન પ્રસાદી રાખેલ હતી અને સાંજે 5 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યાર પછી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સમગ્ર આયોજન શ્રી મેલડી ભક્ત મંડળ, ઊંઝા દ્વારા કરવામાં આવ્યું હતું.
અહીં ચમનજી ભુવાજી સાથે ભક્તો મળી મોટાભાગે દર રવિવારે અને પૂનમે શ્રી મેલડી ચાલીસા, ભજન, સત્સંગ જેવા અનેક નાના-મોટા ધાર્મિક આયોજન ગોઠવાતા હોય છે.
The Gujarat Live News
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
