શ્રી મહાવીર સેવા કેન્દ્ર, લામ રોડ, દેવલાલી (નાસિક) ખાતે શ્રમણસંઘીય આચાર્ય પૂ. આનંદઋષિજી મ.સા. ના પૂ. ઉજ્જવલકુમારીજી મ.સ. ના સુશિષ્યા પૂ. દર્શનપ્રભાજી મહાસતીજી ૭૯ વર્ષની વયે, ૫૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. ૨૪\૦૧\૨૬ને શનિવારે સવારે ૧૦:૧૫ કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.
જેતપુર નિવાસી, મુંબઈ વસતાં શાંતાબેન ચીમનલાલ ધનજી દોમડીયાના સુપુત્રી પૂ. દર્શનપ્રભાજી મ.સ. નો જન્મ તા. ૨૮\૦૩\૧૯૪૭ના મુંબઈમાં થયેલ. તા. ૨૭\૦૩\૧૯૬૬ના દીક્ષા અંગીકાર કરેલ, ત્યારબાદ લઘુભગિની પૂ. દિવ્યપ્રભાજી મ.સ. અને અનુપમાજી મ.સ. તેમજ ભાણેજી પૂ. જિનેશ્વરાજી મ.સ. એ દીક્ષા અંગીકાર કરેલ.
આજે શનિવારે બપોરે ૪:૦૦ કલાકે પાલખી યાત્રા લામ રોડ ખાતેથી નીકળશે.
પૂ. શ્રી ધીરગુરુદેવ સાતાપૃચ્છાર્થે પધારતાં મંગલપાઠનું શ્રવણ કરાવેલ.
The Gujarat Live News અહેવાલ કનુભાઈ ખાચર
