પાટણ જિલ્લા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા.૨૫/૦૯/૨૦૨૫ (ગુરુવાર) ના રોજ ૧૧.૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન / રજુઆત કરવા માંગતા હોય તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા.૧૦/૦૯/૨૦૨૫ સમય ૧૬:૦૦ કલાક સુધી કલેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે. અને અરજદારશ્રીએ જાતે ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન પણ રજુ કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજીમાં મોબાઇલ નંબર લખવો તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!