તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૯/૨૦૨૫ (બુધવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. પાટણ (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેકટરશ્રી, પાટણના અધ્યક્ષપણા હેઠળ તથા સરસ્વતી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે.
તેમજ મામલતદાર કચેરી પાટણ (શહેર), મામલતદાર કચેરી સિધ્ધપુર, મામલતદાર કચેરી સાંતલપુર, મામલતદાર કચેરી ચાણસ્મા, મામલતદાર કચેરી રાધનપુર, મામલતદાર કચેરી હારીજ, મામલતદાર કચેરી સમી તથા મામલતદાર કચેરી શંખેશ્વર, ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીશ્રીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારશ્રીઓએ સંબંધકર્તા મામલતદારશ્રીને તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ, તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજીમાં મોબાઈલ નંબર લખવો તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
