
Road Accident In Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં ગત રાતે રેતીની હેરાફેરી દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાબરીયા વીરના મંદિર નજીક ત્રણ ડમ્પરો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ભારે વાહનોને રોકવા માટે લગાવાયેલું લોખંડનું ગડર આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે.
કેબિન કાપીને મૃતદેહો બહાર કઢાયા
મળતી માહિતી અનુસાર, રાત્રિ દરમિયાન રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરો પૈકી એક ડમ્પર પહેલા લોખંડના હેવી ગડરમાં ફસાયું હતું.
