સુરતના રાંદેર વિસ્તારમાં સામે જોવા જેવી બાબતે બે જૂથ વચ્ચે રોડ વચ્ચે જ હથિયારો સાથે મારામારી થઈ હતી. બંન્ને જૂથે એક મનિટિ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી. બનાવની વિગત મુજબ, જહાંગીરાબાદ પાસે આવેલી રામા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને ફોઈનો દીકરો સમર્થ ઉભા હતા. આ દરમિયાન એક શખ્સ મોપેડ પર ત્યાંથી પસાર થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે સામે જોવા જેવી બાબતે યશ સાથે તેની બોલાચાલી થઈ હતી. હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો હતો. થોડી જ વારમાં તે પોતાના સાગરીતો સાથે મોપેડ પરત ફર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. બોલાચાલીના થોડા સમય બાદ, હુમલાખોર અન્ય 5 શખસેને બે મોપેડ પર લઈને ધસી આવ્યો હતો. આ ટોળકી પાસે ચપ્પુ, લાકડાના ધોક્કા અને બેલ્ટ સહિતની વસ્તુઓ હતી. તેમણે આવતાની સાથે જ સમર્થ પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મોહિત અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કરી દીધો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માર ખાતા બે યુવક જમીન પર ધડામ, CCTVમાં કેદ
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બન્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ પર આવેલા શખ્સો કઈ રીતે બેફામ બનીને ફરિયાદી અને તેના ભાઈઓને માર મારી રહ્યા છે. લગભગ એક મિનિટ સુધી રોડ પર આ ખૂની ખેલ ખેલાયો હતો. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાય છે. જ્યારે અન્ય કેટલાક શખ્સો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાનું પણ CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર રસ્તો ક્રોસ કરતી વખતે ‘સામે કેમ જુઓ છે’ તેવી સામાન્ય બોલાચાલી જ આ હુમલાનું કારણ બની હતી. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને, હથિયારો એકઠા કરી માત્ર પોતાની ધાક જમાવવા માટે યુવાનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે આ બબાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાંદેર પોલીસે બે આરોપીને દબોચ્યા
ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હુમલામાં સામેલ ત્રણ શખસ ઉગત કેનાલ રોડ પાસે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ (ઉંમર 19) અને સાહીલ પવાર ( ઉંમર 18)ની ધરપકડ કરી છે. જ્યારે તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. વોન્ટેડ આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ કરી જેમાં અન્ય સાગરીતોના નામ પણ ખુલ્યા છે. હાલ આ કેસમાં ફેનીલ પટેલ, રાજ સીંઘે અને નકુલ પટેલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો આ વોન્ટેડ શખ્સોને પકડવા માટે સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.