પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. આજે(8 એપ્રિલ) મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. કોંગ્રેસની પણ બીજી યાદી જાહેર થઈ શકે છે. આ દરમિયાન અમદાવાદમાં બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીની ધરપકડ કરાઈ છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક કથિત ઓડિયો ક્લિપ મામલે મૌન તોડ્યું છે. ઇટાલિયાએ આ ઓડિયોને સંપૂર્ણપણે બનાવટી અને AIથી તૈયાર કર્યો હોવાનું જણાવ્યું છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!