પાટણ જિલ્લાના વારાહી ગામમાં આજરોજ શ્રી જલજીલણી અગિયારસ નિમિત્તે વારાહી માં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં બહાર રહેતા વારાહી ગામના અનેક મહેમાનો હાજર રહ્યા હતા અને આ શોભાયાત્રા નું ગૌરવ વધાર્યું હતું

આ શોભાયાત્રા ના દાતાશ્રી વિપુલભાઈ અખાણી પણ હાજર રહ્યા હતા અને શોભાયાત્રામાં શરબત સમોસા જેવા પ્રસાદ આપવામાં આવ્યો હતો

આ શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા જેમાં સ્વયંસેવક જનકભાઈ દરજી પ્રકાશભાઈ સોની શશીકાંતભાઈ ઠક્કર જશવંતભાઈ ઠક્કર હિંમતલાલ ઠક્કર બાલુભાઈ ઠક્કર તથા દરેક જ્ઞાતિના દરેક હિન્દુ ભાઈ બહેન આ શોભાયાત્રામાં હર્ષ અને ઉલ્લાસમાં જોડાયા હતા શોભાયાત્રામાં બહારથી આવનાર મહેમાન માટે જમવાની રહેવાની સુવિધા પણ કરવામાં આવી હતી

આ શોભાયાત્રા ના દાતાશ્રી વિપુલભાઈ અખાણી ને વારાહી જનતાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

અને આ શોભાયાત્રામાં લોકોએ ખૂબ તન મનને ધનથી ઉજવીને આ શોભા યાત્રાને સફળ બનાવી હતી

The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!