બનાસકાંઠા જિલ્લાના ભાભરમા ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલ જીલણી અગિયારસના દિવસે પરંપરા ગત શ્રી ભાભર વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન ઠાકોરજીની ઢોલ નગારા, બેન્ડ, ડી. જે. ના તાલે તેમજ ભગવાન બગીમાં સવાર સાથે ભવ્ય શોભયાત્રા નીકળી હતી

આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી મેઈન બજાર, મહાદેવ પુરા, સહિતના વિસ્તારોમાં ફરી ભાભર જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ વડ તળાવ હનુમાનજી ના મંદિરે સ્નાન વિધિ, આરતી પૂજન, પાંચ આરતી તેમજ પાંચ પધરામણી કરી અને ત્યાર બાદ નિજ મંદિર આવી સ્વાગત કરી પૂજન તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો આજના દિવસે ભગવાન સામેથી ચાલીને નગરજનોને દર્શન આપે છે.આ શોભયાત્રા નિહાળવા માટે ભાભર તેમજ આજુબાજના ગામોમાંથી બહુ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા..
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
