પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બનતો જાય છે. ત્યારે કોરડા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઠાકોર મનસુખભાઈ લખમણભાઈ (એડવોકેટ)એ આજે ભારે ઉત્સાહ અને સમર્થકોની ભીડ વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

 

ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ચૂંટણીમય બન્યો હતો. સમર્થકો દ્વારા કોંગ્રેસ પક્ષના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા અને મનસુખભાઈ ઠાકોરને જીત માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે મનસુખભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે કોરડા વિસ્તારના લોકો આજે પણ ગટર લાઈન, રોડ-રસ્તા અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ ચૂંટાઈ આવશે તો આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક અને સ્થાયી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓમાં પણ ઘણી ખામીઓ છે, જેને સુધારવા માટે ખાસ યોજના બનાવી કાર્ય કરવામાં આવશે. સાથે જ નર્મદા કેનાલના પાણીથી વંચિત ખેડૂતોને ન્યાય અપાવવો તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા તેમના કામ અને વચનો પર વિશ્વાસ મૂકી તેમને બહુમતીથી વિજયી બનાવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!