
Vadodara Fire : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે સવારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ધુમાડા થવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં દુકાનો તેમજ ઓફિસો આવેલી છે. આજે સવારે પહેલા મારે આવેલી ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માડયા હતા.
દુકાનો તેમજ અન્ય ઓફિસોમાં પણ ધુમાડા ફેલાતા લોકો ગભરાઈને બહાર નીકળી આવ્યા હતા.
