પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ ના જયાબેન ઠાકોરે પાટણ જિલ્લા મહિલા શહેર પ્રમુખ મુમતાઝબાનું શેખ ને સસ્પેન્ડ કર્યા

જયાબેન ઠાકોર દ્વારા પક્ષની શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મુમતાઝબાનું શેખને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને ગેરવર્તણૂકના આક્ષેપોને આધારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મુમતાઝબાનું શેખ દ્વારા પક્ષના નીતિ-નિયમો અને શિસ્તના વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હોવાનું પક્ષના સિનિયર નેતાઓના ધ્યાન પર આવ્યું હતું. ઉપરાંત, તેમણે જાહેર મંચ તેમજ સોશિયલ મીડિયા પર પક્ષની છબીને નુકસાન થાય તેવા નિવેદનો આપ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

આ સિવાય, પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો સાથે અણછાજતું વર્તન કરવાના બનાવો પણ સામે આવતા, મામલો પક્ષના હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે પક્ષની શિસ્ત સમિતિએ ગંભીરતાથી વિચારણા કરી અંતે સસ્પેન્શનનો નિર્ણય લીધો છે.

જયાબેન ઠાકોરે જણાવાયું છે કે, સસ્પેન્શન દરમિયાન મુમતાઝબાનું શેખ પક્ષના નામે કોઈપણ કાર્યક્રમ યોજી શકશે નહીં તેમજ પક્ષનું પ્રતિનિધિત્વ પણ કરી શકશે નહીં.

આ પગલાને પક્ષમાં શિસ્ત જાળવવા માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!