
PCB Raid In Kathwada,Ahmedabad: અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કઠવાડાના ટેબલી ગામમાં પોલીસે એક બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. ગઈકાલે (14મી એપ્રિલ) કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ અને બિયરની કુલ 1,231 બોટલો જપ્ત
પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓએ કઠવાડાના ટેબલી ગામ ખાતેના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે.
